Thursday 1 June 2017

vidyagauri nilkanth in gujarati

Leave a Comment
vidyagauri nilkanth in gujarati

વિદ્યાગૌરી નીલકંઠ
➖ગુજરાતના અગ્રણી સાહિત્યકાર અને સમાજસુધારક ભોલાનાથ સારાભાઇ દિવેટિયાના પૌત્રી અને જાણીતા સમાજ સુધારક  મહીપતરામના પુત્ર રમણલાલ નીલકંઠના ધર્મપત્ની વિદ્યાગૌરી નીલકંઠનો જન્મ  પહેલી જુન ૧૮૭૬ના રોજ વડનગરા નાગર ગૃહસ્થ પરિવારમાં થયો હતો.
➖તેઓ ઈ.સ. ૧૯૦૧માં યુનિવર્સિટીમાં બીજા નંબરે આવી ગુજરાતના પ્રથમ સ્ત્રી ગ્રેજ્યુએટ બન્યા હતા. તેમણે ‘ ફોરમ’માં ચરિત્રાત્મક લેખોનો સંગ્રહ છે.
➖ આ ઉપરાંત ‘ ગૃહદીપિકા’, ‘નારીકુંજ’, અને ‘ જ્ઞાનસુધા’ વગેરે લેખ સંગ્રહો આપ્યા છે.
➖‘ સુધાહાસીની’, ‘ હિન્દુસ્તાનમાં સ્ત્રીઓનું સામાજિક સ્થાન’ વગેરે તેમના અનુવાદ પુસ્તકો છે.
➖ પ્રો. ઘોડો કેશવ કર્વેનું ચરિત્ર ઈ.સ.૧૯૧૬માં પ્રગટ કર્યું. ગુજરાતમાં સ્ત્રી ઉન્નતિ પ્રવૃતિમાં તેમનો હિસ્સો નોંધપાત્ર છે.
➖શ્રી રમણભાઈ નીલકંઠના ‘ જ્ઞાનસુધા’ ના સંપાદનમાં તેમનો અમુલ્ય ફાળો આપ્યો હતો. રમણભાઈ સાથે લખેલા કેટલાક લેખો ‘ હાસ્યમંદિર’માં સંગ્રહિત થયેલા છે.
➖વિદ્યાગૌરી નીલકંઠ ૩૦ વર્ષ સુધી ગુજરાત વિદ્યાસભમાં મંત્રીપદે રહ્યા હતા.
➖તેમનું અવસાન સાત ડીસેમ્બર ૧૯૫૮ના રોજ થયું હતું.
If You Enjoyed This, Take 5 Seconds To Share It

0 comments:

Post a Comment