Saturday, 3 June 2017

Today's news

Leave a Comment
today's news headlines in gujarati

આજના સમાચાર 
 તારીખ:- ૦૪/૦૬/૧૭(રવિવાર)
(જેઠ સુદ -૧૦, વિક્રમ સંવત ૨૦૭૩)
 સોનું ૩, ટેક્સટાઇલ ૫, રફ ડાયમંડ પર ૦.૨૫% GST : જીએસટી કાઉન્સીલનો નિર્ણય, બીડી પર ૨૮%, ૧૦હજાર સુધીના ઘરેણાં ૧૦૦રૂ.મોંઘા થશે.
 આતંકી ફંડીંગ મામલે ૨૪ સ્થળે NIAના દરોડા, ૧.૫ કરોડ જપ્ત : દિલ્હી,શ્રીનગર અને હરિયાણામાં ભાગલાવાદીઓને ત્યાં રેડ પડી.
 ઇન્ડિયન મેડિકલ એસો.ના *'ચલો દિલ્હી ચલો'* કાર્યક્રમ અંતર્ગત : ૬ઠી જૂને દેશભરની હોસ્પીટલો - દવાખાના સવારે ૮ થી ૨ બંધ રહેશે.
 ચેમ્પિયન ટ્રોફી: ભારત અને પાક.વચ્ચે વન-ડેમાં ૨૮મહિના બાદ આજે મેચ.
 હવે રાજ્યના પેન્શનરો હયાતીની ખરાઇ ઓનલાઈન કરાવી શકશે : સીનિયર સીટીઝનોને બેન્ક, ટ્રેઝરી કચેરીના ધક્કા નહી ખાવા પડે.
 ફ્રાન્સ આતંકવાદ સામે ભારતની મદદ કરશે: મોદી-મેક્રો વચ્ચે સરક્ષણ થી માંડીને જળ-વાયુ પરિવર્તન અને સોલર ઊર્જા સુધીના ઘણા મુદ્દા અંગે વિચારવિમર્શ.
 ૮ થી ૧૭ જૂન સુધી 'મોદી ફેસ્ટ' નું આયોજન કરાશે.
વાવાઝોડા સાથે ૩ઇંચ સુધીનો વરસાદ: ચોટીલામાં ૩ઇંચ,મદ્ય અને દક્ષિણ ગુજરાત માં વાવાઝોડાના કારણે ભારે તારાજી.
If You Enjoyed This, Take 5 Seconds To Share It

0 comments:

Post a Comment